સુરતમાં બકરી ઈદ અગાઉ પોલીસની આગેવાનો સાથે બેઠક

Featured Video Play Icon
Spread the love

સુરતમાં બકરી ઈદ અગાઉ પોલીસની આગેવાનો સાથે બેઠક
બેઠકમાં હિંદુ-મુસ્લિમ સમાજના આગેવાનો અને શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા
સોશિયલ મીડિયાને લઈને ફેલાવાઈ જાગૃતિ

સુરતમાં આગામી શનિવારના રોજ મુસ્લિમ સમુદાય દ્વારા બકરી ઈદના તહેવારની ઉજવણી કરાનાર હોય જેને લઈ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમીટીની બેઠક મળી હતી. જેમાં શાંતિમય રીતે કોમી એકલાસમાં તહેવાર ઉજવાય તેવી અપીલ કરવાની સાથે ટ્રાફિક અવરને, પોક્સો, અપહરણ જેવા ગુનાઓ અંગે જાગૃત્ત ફેલાવાઈ હતી.

ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ કમિશ્નર ઝોન છ રાજેશ પરમારની અધ્યક્ષતામા આગામી બકરી-ઈદના તહેવાર અંગે મીટીંગનુ આયોજન કરાયુ હતું. જેમા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડીવીઝન એન.પી. ગોહિલ તથા પી.આઈ. કે.પી. ગામેતી તથા સેકન્ડ પી.આઈ. જે.એમ. સોલંકી તથા પી.એસ.આઈ. તથા અન્ય પોલીસ કર્મચારીઓ તેમજ હિંદુ-મુસ્લિમ સમાજના આગેવાનો અને શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા હતાં. આ મીટીંગમા બકરી-ઈદ તહેવારમા કુર્બાની આપી તેનો વેસ્ટેજ સુરત મહાનગર પાલિકા તરફથી મુકાતા કન્ટેનરમા જ નાંખવુ, કોઈ અન્ય જગ્યાએ નાંખવુ નહી તથા કુર્બાની આપતી વખતે કોઈપણ પ્રકારનો વિડીયો વાઈરલ ન થાય તે ખાસ ધ્યાન રાખવુ જેથી કોઈપણ ધર્મની લાંગણી દુભાય નહી. તથા હિંદુ – મુસ્લીમ એકબીજા સાથે મળીને તહેવારની ઉજવણી કરે તેમજ કોમી એખલાસ જળવાઈ રહે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમ જણાવ્યુ હતું. તો સાથે આ કાર્યક્રમમા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અને સાયબર ક્રાઈમ દ્વારા લોકો સાથે છેતરપીંડી ન થાય તે બાબતે જરૂરી સુચના અપાઈ હતી. આ કાર્યક્રમ દરમ્યાન આશરે 140 થી 145 જેટલા લોકો હાજર રહ્યા હતા. અને છોકરા-છોકરી ઘરેથી ભાગી જાય છે તથા પોક્સો જેવા ગુના દાખલ થાય છે જે બાબતે જરૂરી સુચનાઓ આપી હતી. તો છોકરા-છોકરીના માતા પિતાનાઓના ઘરે બાળકો ઉપર ધ્યાન રાખવા તથા આવા કોઈ ગુના ન આચરે તે બાબતે સુચના અપાઈ હતી. સાથે સાથે ટ્રાફિક અવેરનેશ અંગે પણ સુચના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *