મહેસાણા જિલ્લા પોલીસે 20 ચેકપોસ્ટ ઉભી કરી
જિલ્લામાં પ્રવેશતા વાહનોની તપાસ કરાઈ તેજ
સંધિગ્ધ વ્યક્તિ પર રખાઈ રહી છે નજર
સંધિગ્ધ વ્યક્તિની તપાસ બાદ અપાઈ રહ્યો છે પ્રવેશ.
જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉભી કરાઈ ચેકપોસ્ટ.
ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ વણસેલી સ્થિતિને પગલે એલર્ટ આપવામાં આવ્યું છે. શુક્રવાર સુધીમાં હજુ સ્થિતિ કાબૂમાં નહીં આવતા અને ગુજરાતમાં હજુ પણ એલર્ટ હોવાની સ્થિતિને પગલે મહેસાણા જિલ્લા પોલીસે 20 ચેકપોસ્ટ ઉભી કરી ચેકીંગ હાથ ધર્યું છે
ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ વણસેલી સ્થિતિને પગલે એલર્ટ હોઈ મહેસાણામાં જિલ્લા પોલીસે 20 ચેકપોસ્ટ ઉભી કરી સાધન ચેકીંગ હાથ ધર્યું છે, જિલ્લામાં પ્રવેશતા વાહનોની તપાસ કરાઈ તેજ અને સંધિગ્ધ વ્યક્તિ પર નજર રખાઈ રહી છે અને સંધિગ્ધ વ્યક્તિની તપાસ બાદ પ્રવેશ અપાઈ રહ્યો છે, જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકપોસ્ટ વિસ્તારમાં ઉભી કરાઈ છે અને સતત પેટ્રોલિંગ પણ હાથ ધરાયુ છે, જાહેરનામાં કોઇપણ સ્થળે ફટાકડા ફોડવા કે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે .
દેશભરમાં એલર્ટને પગવલે ગુજરાતમાં પોલીસના જાહેરનામામાં જણાવ્યું હતું કે, દિવસ કે રાત્રીના સમયમાં કોઇપણ ખાનગી કે જાહેર સ્થળ પર કોઇપણ પ્રકારના દારૂખાનું-ફટાકડા ફોડવા, સળગાવવા કે ફટાકડા સળગાવી કોઇ વ્યક્તિ પર જાહેરમાં છુટા ફેંકવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. આ પ્રતિબંધ તા.10 મેથી તા.15મે સુધી અમલી રહેશે. ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી