સુરતની નર્મદયુનિવર્સિટીમાં ફી વધારાને લઇ વિરોધ
સેલ્ફ ફાઈનાન્સ કોર્સમાં ફી વધારાને લઇ વિરોધ
તોતિંગ ફી વધારાને લઇ વિદ્યાર્થીઓમાં રોષ
વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા તેનો વિરોધ કરાયો
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોલેજની ફીમાં કરાયેલા 20 ટકાના વધારાનો એબીવીપી દ્વારા વિરોધ કરાયો હતો અને કુલપતિની ઓફિસ પાસે સુત્રોચ્ચાર કરી વિરોધ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
નવા શૈક્ષણિક વર્ષમાં શાળા કોલેજોમાં ફીમાં વધારો કરાઈ રહ્યો હોય જેને લઈ સામાન્ય નાગરિકો પર મોટો બોજ પડી શકે છે. ત્યારે સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોલેજની ફીમાં 20 ટકા નો વધારો કરાયો હોય જેને લઈ વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા તેનો વિરોધ કરાયો હતો. કોલેજના સ્વનિર્ભર કોર્સની ફીમાં 20 ટકા જેટલો વધારો કરાયો હોય જેથી યુનિવર્સિટી દ્વારા ફી વધારો પાછો ખેંચવા એબીવીપી દ્વારા માંગ કરાઈ હતી. એબીવીપી દ્વારા યુનિવર્સીટીમાં કુલપતિની ઓફિસ પાસે સુત્રોચાર કરી જણાવાયુ હતુ કે જો ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો મોટું આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી. સ્વનિર્ભર કોર્સ ઉપરાંત વેલફેર ફી, સાધનો, પુસ્તકો, એમેનીટીઝ ફી તથા કેમ્પસ ડેવલોપમેન્ટ ફંડમાં પણ વધારો કરાયો છે જેને લઈ એબીવીપી દ્વારા વિરોધ કરાયો હતો. વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા વિરોધ કરાતા યુનિવર્સિટી ખાતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.