સુરત માંગરોળના પિપોદરામાં સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ.

Featured Video Play Icon
Spread the love

સુરત માંગરોળના પિપોદરામાં સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ.
ખવડાવવાની લાલચ આપી દુષ્કર્મનો પ્રયાસ કર્યો.
કોસંબા પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી.
નરાધમ બ્રિજેશકુમારને પોલીસે ઝડપી પાડ્યો

માંગરોળ તાલુકાના એક ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક નરાધમે 10 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો.કોસંબા પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી.

માંગરોળ તાલુકાના એક ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક નરાધમે 10 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી બ્રિજેશકુમાર ગોરખનાથ રાજભર પીપોદરા કિરણ ટેક્સટાઇલ ગેટની અંદર ભાડાના મકાનમાં રહે છે. તેણે આ વિસ્તારમાં રહેતી સગીરા પર નજર બગાડી હતી. ઘટના સમયે સગીરા અને તેની પિતરાઈ બહેન રૂમ પાસે રમી રહ્યા હતા. સગીરાના માતા-પિતા ઘરે હાજર ન હતા. આરોપીએ આ તકનો લાભ લીધો હતો. કોસંબા પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી. બંને બાળકીઓને કુરકુરે અને પાંચ રૂપિયા આપી લાલચ આપી હતી. જ્યારે સગીરાઓ પોતાના રૂમમાં ગઈ, ત્યારે આરોપી તેમની પાછળ ગયો હતો. તેણે 10 વર્ષની સગીરાનો હાથ પકડી ગેરકાયદેસર અવરોધ કર્યો હતો. સગીરાની પિતરાઈ બહેને વિરોધ કરતાં, આરોપીએ તેને ધક્કો મારી બાથરૂમમાં પૂરી દીધી હતી. ત્યારબાદ આરોપીએ સગીરાને જમીન પર સુવડાવી તેના કપડા ઘૂંટણ સુધી ઉતારી નાખ્યા. તે તેના શરીર પર હાથ ફેરવવા લાગ્યો અને દુષ્કર્મ કરવાની કોશિશકરી રહ્યો હતો. આ દરમિયાન બંને સગીરાઓએ જોરથી બૂમાબૂમ કરી. આ સાંભળીને આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ભોગ બનનાર સગીરાના પિતાને આ ઘટનાની જાણ થતાં તેમણે કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેને લઇ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *