સુરત શહેરમાં ટ્રાફિક અવેરનેસ વીકનું આયોજન
સનશાઇન ગ્લોબલ હોસ્પિટલના સહયોગથી ટ્રાફિક પોલીસનું આયોજન
પતંગ ઉડાડતી વખતે જરૂરી સાવચેતી રાખવા અંગે માર્ગદર્શન
સુરત સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ, સુરત તથા ટ્રાફિક પોલીસ ઝોન–3 ના સંયુક્ત સહયોગથી સુરત શહેરમાં ટ્રાફિક અવેરનેસ વીકનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો શુભ પ્રારંભ આજે ચોપાટી સર્કલ, અઠવાલાઈન્સ ખાતે કરવામાં આવ્યો હતો.
આ અવેરનેસ કાર્યક્રમ તારીખ 5 જાન્યુઆરી 2026 થી 13 જાન્યુઆરી 2026 દરમ્યાન સુરત શહેરના વિવિધ મહત્વપૂર્ણ ટ્રાફિક પોઈન્ટ્સ અને જંકશનો જેમ કે વાય-જંકશન, સિટીલાઈટ વિસ્તાર, ખાટુશ્યામ મંદિર તથા શહેરના મુખ્ય ટ્રાફિક સ્થળોએ આયોજનબદ્ધ રીતે યોજવામાં આવશે.ઉત્તરાયણના પર્વ દરમિયાન ટ્રાફિક સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન, હેલ્મેટ તથા સીટબેલ્ટનો ઉપયોગ, ગેરકાયદે દોરા તથા પતંગ ઉડાડતી વખતે જરૂરી સાવચેતી રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે.આ અવસરે સંબંધિત અધિકારીઓએ નાગરિકોને અપીલ કરી હતી કે ઉત્તરાયણ દરમિયાન ટ્રાફિક નિયમોનું કડક પાલન કરી, પોતાનો તથા પોતાના પરિવારજનોનો સુરક્ષિત ખ્યાલ રાખી આ અભિયાનને સફળ બનાવવામાં સહકાર આપે.
