સુરતમાં ચોમાસા દરમિયાન અનેક જર્જરિત મકાનો
વેડરોડ વિજય નગર ખાતે દેનાકુંજ એપાર્ટમેન્ટમાં બની દુર્ઘટના
એપાર્ટમેન્ટના પહેલા માળે સ્લેબનો ભાગ તુટી જતા 13 લોકો ફસાયા
સુરતમાં ચોમાસા દરમિયાન અનેક જર્જરિત મકાનોના પડી જવાના બનાવો સામે આવે છે ત્યારે વેડરોડ વિજય નગર ખાતે દેનાકુંજ એપાર્ટમેન્ટના પહેલા માળે સ્લેબનો ભાગ તુટી જતા 13 લોકો ફસાયા હતા જેઓનુ ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયુ હતું.
સુરતમાં ચોમાસા દરમિયાન જર્જરિત મકાનોના ભાગ બેસી જવાના બનાવો યથાવત છે. ત્યારે સુરતના વેડરોડ પર ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની બિલ્ડીંગના પહેલા માળે સ્લેબનો ભાગ ધરાશાઈ થયો હતો. વેડરોડ પર આવેલ વિજય નગર બેમાં દેનાકુંજ એપાર્ટમેન્ટ આવેલુ છે. રેસિડેન્સીયલ બિલ્ડીંગના પહેલા માળે દાદરના સ્લેબનો ભાગ તુટી જતા બિલ્ડીંગમાં 13 જેટલા લોકો ફસાયા હતા જે અંગેની જાણ થતા તાત્કાલિક ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી. અને ડભોલી તથા મુગલીસરા ફાયરનીટ ીમે લેડર મશીનથી 13 માણસોને સહીસલામત બહાર કાઢ્યા હતાં. જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.