સુરતમાં વરસાદના સમયે જર્જરિત ઈમારતોના ભાગ બેસી ગયો
મુગલીસરા પટની કોલોની પાસે આવેલ રિલાયન્સ એપાર્ટમેન્ટ જર્જરિત
બિંલ્ડીંગના ચોથા માળે સ્લેબ ધસી પડ્તા સીલ કરી દીધુ
સુરતમાં વરસાદના સમયે જર્જરિત ઈમારતોના ભાગ બેસી જવાના બનાવો બની રહ્યા છે ત્યારે મુગલીસરા પટની કોલોની પાસે આવેલ રિલાયન્સ એપાર્ટમેન્ટ જર્જરિત થતા પાલિકાએ તેને સીલ કરી દીધુ છે પરંતુ હાલમાં વરસાદ વચ્ચે બિંલ્ડીંગના ચોથા માળે સ્લેબ ધસી પડ્યો હતો જને લઈ તાત્કાલિક બિલ્ડીંગ ઉતારી પાડવી જોઈએ જેથી કોઈ જાનહાની ન થાય.
ચોમાસુ આવે એટલે સુરતમાં જર્જરિત મકાનોના ભાગ પડી જવાના બનાવો બને છે. સુરતમાં સૌથી વધુ જુના અને જર્જરિત મકાનો કોટ વિસ્તારમાં છે. જો કે કોઈને કોઈ કારણોસર આ મકાનો બંધ પડી રહ્યા હોય જેને લઈ જીવતા બોમ્બ સમાન બની ગયા છે. ત્યારે સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરી મુગલીસરાથી થોડા જ અંતરે આવેલ પટની કોલોની ખાતેનો રિલાયન્સ એપાર્ટમેન્ટ હાલ જર્જરિત થયો છે. રિલાયન્સ એપાર્ટમેન્ટ જર્જરિત થતા પાલિકા દ્વારા તાત્કાલિક નોટીસ આપી રહીશોને ખાલી કરી દઈ મિલ્કતને સીલ કરી દીધી હતી. જો કે ચોમાસા દરમિયાન ભારે વરસાદને લઈ રાત્રીના સમયે ચોથા માળે સ્લેબ ધરાશાઈ થયો હતો. જેને લઈ આ વિસ્તારમાં રહેતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે. અને જીવતા બોમ્બ સમાન આ બિલ્ડીંગ તાત્કાલિક ઉતારી પાડવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.