અમરેલીમાં નકલી દૂધના નેટવર્કનો પર્દાફાશ
દૂધ કૌભાંડને લઈ થયા આક્ષેપ – પ્રતિઆક્ષેપ
યુવરાજસિંહ જાડેજા અને ટેન્કર ચાલકે સામસામે કર્યા આક્ષેપ
અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામે શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર ઝડપાયું હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ટેન્કરને ઝડપીને સમગ્ર મામલો જાહેર કર્યો છે. ત્યારે યુવરાજસિંહ જાડેજા અને ટેન્કર ચાલકે સામસામે ચોંકાવનારા દાવા કર્યા છે
યુવરાજસિંહના જણાવ્યા મુજબ તેઓ ઘણા સમયથી શંકાસ્પદ દૂધની રેકી કરી રહ્યા હતા. હનુમાન ખીજડીયા સ્થિત “દ્વારકેશ” નામના દૂધ યુનિટમાંથી અરવલ્લી જિલ્લામાં દૂધનું ટેન્કર જતું હોવાની માહિતી મળતા ટેન્કર ઝડપાયું હતું. તેમણે સવાલ ઉઠાવ્યા હતા કે જે ગામમાં એક બકરી પણ ન હોય ત્યાંથી 10 હજાર લીટર દૂધ કેવી રીતે આવે ? આ શંકાસ્પદ બાબત છે.” સાથે જ પ્રાઈવેટ સ્ત્રોતમાંથી દૂધ લઈ સહકારી ડેરી સુધી કેમ પહોંચાડવામાં આવતું હતું તે મુદ્દે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે, યુવરાજસિંહ જાડેજા અને ટેન્કર ચાલકે સામસામે ચોંકાવનારા દાવા કર્યા છે, સાંભળો ટેન્કર ચાલકે શું કહ્યું
ઝડપાયેલ ટેન્કરને પોલીસ મથકે લાવવામાં આવ્યું હતું અને યુવરાજસિંહ જાડેજાએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સેમ્પલ લઈ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ દરમિયાન ટેન્કર રોકાતા યુવરાજસિંહની કાર પર હુમલો થયાનો પણ આરોપ છે. તેમની ગાડીના કાચ ફોડી સાથમાં રહેલા મિત્ર અને ડ્રાઈવર સાથે મારામારી કરાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હુમલો જેતપુર તાલુકાની હદમાં થતા જેતપુર પોલીસને જાણ કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે અને દૂધના સેમ્પલના અહેવાલ બાદ આગળની કાર્યવાહી થશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
