દાહોદ જિલ્લામા ભગવાન શ્રી જગન્નાથજીની ૧૮ મી ભવ્ય રથ યાત્રા
રણછોડરયજીના મંદિરેથી વહેલી સવારે શ્રી જગન્નાથજીની યાત્રા નીકળી
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપૂર્ણ થઈ
દાહોદ જિલ્લામા ભગવાન શ્રી જગન્નાથજીની ૧૮મી ભવ્ય રથ યાત્રા દાહોદ હનુમાન બજાર ના રણછોડરયજીના મંદિરેથી વહેલી સવારે શ્રી જગન્નાથજીની યાત્રા નીકળી હતી
દાહોદ શહેર ના હનુમાન બજાર ખાતે આવેલ શ્રી રણછોડરાયજીના મંદિરેથી ભગવાન શ્રી જગન્નાથજીની ૧૮મી રથયાત્રા માટે વહેલી સવારે દાહોદ જિલ્લાના સાંસદ જસવંત સિંહ ભાભોર, જિલ્લા પ્રમુખ સ્નૈહલ ધરીયા, ધારસભ્ય કનૈયાલાલ કિશોરી, જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ ઝાલા સહીત અન્ય નેતાઓ રણછોડરાયજીના મંદિરે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ભગવાન જગન્નાથજીની આરતી કરી રથયાત્રાને આગળ વધારવા માટે શરૂઆત કરી હતી અને પછી દોરડા વડે ભગવાનના રથને આગળ તરફ વધાર્યું અને યાત્રાની શરૂઆત થઇ દાહોદના પડાવા થઇ સરદાર ચોકથી નેતાજી બજાર થઇ અને દોલતગંજ બજારમાં થઇ અને સોનીવાડ મામાના ઘરે વિશ્રામ માટે રોકાઈ હતી.
રથયાત્રા પરત બપોરે નીકળી અને દાહોદ ના ગોવિંદનગર વિસ્તારમાંથી થી તળાવ થઇ માણેકચોક વાળા રસ્તે પરત રણછોડ રાયજીના મંદિરે સાંજે પહોંચી હતી. રથયાત્રામાટે દાહોદ જિલ્લા પોલીસે ચાંપતો બંદોબસ્ત રાખ્યો હતો અને કોઈપણ અનિશ્ચિય બનાવ ન બને તેની પુરે પુરી તકેદારી રાખી હતી. ત્યારે રથયાત્રામાં ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી જેમાં ઓપરેશન સિંદુરની ઝાંખી તેમજ તેજસ ફાઈટર પ્લેન બનાવવામાં આવ્યું હતું, બે મોટા ગોરીલા પણ આકર્ષણ કેન્દ્ર બન્યા હત, રાકેશ ભાટિયા દ્વારા કરાટે તેમજ સેલ્ફ ડિફેન્સની ઝાંખી પ્રસ્તુત કરી હતી સાતો સાત મહિલાઓએ દાંડિયા રમી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી અને પરંપરાગત આદિવાસી ડાંસ પણ રજુ કરવામાં આવ્યું હતું, આ રથ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા…