અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં 3 મી ભવ્ય રથયાત્રા
પ્રભુ શ્રી જગન્નાથજીની 43 મી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસા આયોજિત પ્રભુ શ્રી જગન્નાથજીની 43 મી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી.
પ્રભુ શ્રી જગન્નાથજી સાથે બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીએ રથમાં સવારી કરી નગરયાત્રા માટે શ્રી સંત ધનગીરી બાપુ દેવરાજ ધામ દ્વારા રથયાત્રાનું બાલકનાથજી મંદિર સગરવાડાથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આ જગન્નાથજીની નગરયાત્રા મોડાસા નગરના ગોકુળ નાથજી મંદિર, ગાંધીવાડા, સોની વાળા, ભોઇવાળા, સાર્વજનિક હોસ્પિટલ, કુંભારવાડા, સગરવાડા, દીપુ વિસ્તાર મેન રોડથી મોડાસા ટાઉનહોલ ચાર રસ્તા, મેઘરજ રોડ હનુમાન મંદિર, ઉમિયા મંદિર, ફાવન સીટી ડીપી રોડ, કાર્તિકે સોસાયટી, કેનેરા બેન્ક માલપુર રોડ, કલ્યાણ ચોક, આઈ.ટી.આઈ, મોડાસા ચાર રસ્તા, થી નવા બસ સ્ટેશન, ખડાયતા પોલીસ ચોકી, કડિયાવાળા, ભાવસાર વાળા, હોળી ચકલા, શુભ લાભ કોમ્પ્લેક્સ, નાગરિક બેંક, બુટાલ વાળા, નગીના મસ્જિદ, જૈન મંદિરથી પરત નિજ મંદિર. આ લગભગ સાત કિલોમીટરના મોડાસા નગરપાલિકાના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ સૌ ભક્તોને દર્શનનો લાભ લેતા હોય છે. આ 43મી રથયાત્રામાં ભગવાન શ્રી જગન્નાથજીનું મામેરુ જ્યોત્સનાબેન કનુભાઈ સોની પરિવાર મોડાસા દ્વારા શોભાવવામાં આવ્યું.
ભાગવત આચાર્ય મહંત શ્રી શાસ્ત્રી વિષ્ણુપ્રસાદ ઉમિયા માતાજી મંદિર તથા વિશેષ ઉપસ્થિત ભુવાજી ચેતનભાઇ ગોગાધામ ગારુડી પ્રભુ શ્રી જગન્નાથજીની નગર યાત્રા માં ચાર ચાંદ લગાડયા.શ્રી જગન્નાથજીની નગર યાત્રા માં રથ જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારિક દ્વારા રથનું પ્રસ્તાન કરવામાં આવ્યુ હતું પ્રભુની આ નગરયાત્રામાં ખાસ અમદાવાદથી બોલાવેલ વેશભૂષાની ચાર ટીમો, ઘોડા, બગીઓ, તલવારબાજી ની બહેનો, દેશી વાજિંત્રા, નાસિક ઢોલ, આનંદના ગરબાની ભજન મંડળીની બહેનો, મોમેરા સાથે જોડાયેલ બહેનો, સર્વોદય સ્કૂલના બાળકો ની વેશભૂષાની ટીમ, નગરના અન્ય હરિભક્તો, ઓપરેશન સિંદૂરનો ટેબલો, ટ્રેક્ટરો , ડીજે. અને આપ સર્વેની સાથે પ્રભુ શ્રી જગન્નાથજી બહેન સુભદ્રાજી, ભાઈ બલરામ જી રથમાં સવાર થઈ..