બગસરામાં આંબેડકર જયંતિની ભવ્ય ઉજવણી
ડૉ બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ
બગસરા શહેરમાં ડૉ બાબાસાહેબ આંબેડકરજીની 134 મીજન્મ જયંતી નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન સાથે ઊજવણી કરી અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
સમગ્ર ભારત દેશના ડો બાબા આંબેડકરની 134 જન્મ જયંતી ઉજવણી કરવામાં આવી છે ત્યારે અમરેલીના બગસરા શહેરમાં લાલપુલ પાસે ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા આ તકે બગસરા મામલતદાર પ્રશાંત ભીંડી બગસરા પોલીસ સ્ટેશનના પી.આઇ.સાળુકે એડવોકેટ નરેન્દ્રભાઈ કાટીયા શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરાણી નગરપાલિકાના પુર્વ પ્રમુખ એ.વી રીબડીયા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ દલિત સમાજના આગેવાનો અને લોકો આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ડો. બાબા સાહેબ આંબેડકરની 134 મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ….અશોક મણવર અમરેલી