ધોરાજીમાં દંત રોગ તપાસ અને મફત બત્રીસી કેમ્પ યોજાયો
કેમ્પમાં દંત ચિકિત્સકોની ટીમે હાજરી આપી હતી
કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા
ધોરાજીમાં દંત રોગ તપાસ અને મફત બત્રીસી કેમ્પ યોજાયો હતો.
ધોરાજીમાં ગાંધીવાડી ખાતે શ્રી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ધીર ગુરૂદેવની પ્રેરણાથી દંત રોગ તપાસ અને મફત બત્રીસી કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં દંત ચિકિત્સકોની ટીમે હાજરી આપી હતી. આ કેમ્પમાં હાજર દંત ચિકિત્સકો દ્વારા મોટી સંખ્યામાં દર્દીઓના દાંતની તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ જે દર્દીઓને દંત રોગ હોવાનું નિદાન થયું તેવા દર્દીઓને તાત્કાલિક સારવાર પણ આપવામાં આવી હતી. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ દંત રોગો અંગે નિદાન અને સલાહ મેળવવાનો લાભ લીધો હતો….