ખટોદરા સરકારી સ્ટાફ ક્વાર્ટર્સમાં લિફ્ટ ફરી ખોરવાઈ
લિફ્ટમાં બે લોકો ફસાતા ફાયર વિભાગ દોડી આવ્યું
ફાયર ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું
બંને લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા’
ખટોદરા સરકારી સ્ટાફ ક્વાર્ટર્સમાં લિફ્ટ ફરી ખોરવાતા બે લોકો ફસાઈ જતા ફાયર વિભાગે સુરક્ષિત રેસ્ક્યુ કર્યુ હતું.
સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલા સરકારી સ્ટાફ ક્વાર્ટર્સમાં લિફ્ટ અચાનક બંધ પડી જતાં અંદર સવાર બે લોકો ફસાઈ જવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક કાફલા સાથે સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બંને લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
