સુરતમા ડીકેએમ હોસ્પિટલ સામે ગંદકીનુ સામ્રાજ્ય
સ્થાનિકોમાં પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થયા
કચરાની ગાડી સમયસર કચરો લેવા આવતી નથી
સુરત મનપા સંચાલિત ડીકેએમ હોસ્પિટલ સામે ગંદકીનુ સામ્રાજ્ય જોવા મળતા સ્થાનિકોમાં પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
સુરતના વોર્ડ નંબર 13માં સુરત મહાનગર પાલિકા સંચાલિત ડીકેઅએમ હોસ્પિટલની સામે 500 મીટરના અંતરમા જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યો હતો. અહીંથી પસાર થતાં રાહદારીઓ જાહેર રોડ ઉપર કચરો ફેંકી જતા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતાં. તો વોર્ડ ઓફિસના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન કરાતુ હોવાનો પણ આક્ષેપ કરાયો હતો.
સ્થાનિકોએ કહ્યુ હતુ કે કચરાની ગાડી સમયસર કચરો લેવા આવતી નથી જેના કારણે કચરો એકત્ર થાય છે. કચરાથી થતી ગંદકીના કારણે અવારનવાર સ્થાનિકોને બીમારીનો ભોગ બનવું પડે છે. જેથી સમયસર કચરાની ગાડી કચરો લેવા આવે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી. સાથે ત્યાં સ્થળ પર કચરાની સમસ્યા માટે કચરાપેટી કન્ટેનર મુકવાની પણ માંગ કરાઈ હતી. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ડોર ટુ ડોર કચરાની ગાડીની સુવિધા છે તો અહી કેમ નહીં તેવા સ્થાનિકોના પ્રશ્નો કરી કાયમી ધોરણે આ કચરાની સમસ્યાનુ નિરાકરણ લાવવા માંગ કરી હતી.
