સુરતમાં ફરી બુટ ચોરીની ઘટના સામે આવી
પંચમુખી હનુમાન મંદિર ખાતે આ ઘટના બની
ઘટના સીસીટીવીમાં કેદ
સુરતના પાંડેસરા વિસ્તારમાં ફરી એકવાર બૂટ ચોરીનો બનાવ સામે આવ્યો છે. કૈલાશ ચોકડી પાસે આવેલ પંચમુખી હનુમાન મંદિર ખાતે આ ઘટના બની હતી.
માહિતી મુજબ, મંદિરમાં દર્શન માટે આવતા ભક્તોના બૂટ ચોરાઈ જવાના બનાવોથી તંત્ર અને પોલીસ સામે પ્રશ્નો ઊભા થયા છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે એક શખ્સને ભક્તોના બૂટ ચોરી કરતા જોવામાં આવ્યો છે. ચર્ચાસ્પદ વાત એ છે કે આ બૂટ ચોર પોલીસ તંત્રને પડકાર કરી રહ્યો હોવાનું લાગી રહ્યું છે, કારણ કે આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ આવી ચૂકી છે છતાં કાર્યવાહી જોવા મળતી નથી. મંદિર પરિસરમાં ભક્તોની સુરક્ષા માટે સતાવાર વ્યવસ્થા કરવાની અને બૂટ-ચપલ રાખવા માટે યોગ્ય વ્યવસ્થાની જરૂરિયાત પણ ઉઠી રહી છે.