દાહોદમાં વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘ દ્વારા ધરણા પ્રદર્શન કરાયું
રેલવે પ્રિન્સિપલ ચીપ મિકેનિકલ એન્જિનિયર દ્વારા સાતને સસ્પેન્ડ કરાયા
વડાપ્રધાનની મુલાકાત પછી દાહોદ રેલવે વર્કશોપમાં ઘરના પ્રદર્શન
વડાપ્રધાન પહેલા નિરીક્ષણમાં ૭ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા
વડાપ્રધાન પહેલા નિરીક્ષણમાં ૫ અધિકારીઓને ચાર્જશીટ અપાઈ
૭ ને સસ્પેન્ડ અને પને ચાર્જશીટ આપવામાં આવી
દાહોદ વડાપ્રધાન રેલવે વર્કશોપની મુલાકાત પહેલા સાત સુપરવાઇઝર સસ્પેન્ડ અને પાંચ અધિકારીને ચાર્જશીટ આપવામાં આવી જેને લઇ વેસ્ટન રેલ્વે મજદૂર સંઘ દ્વારા ઘરના પ્રદર્શન કર્યું
આજરોજ દાહોદ રેલવે લોકો મોટિવ રેલવે વર્કશોપ માં વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં પ્રિન્સિપલ ચિફ મિકેનિકલ એન્જિનિયર દ્વારા સાત સુપર વાઈઝર ને સસ્પેન્ડ કરાયા તેમજ અન્ય પાંચ અધિકારીને ચાર્જશીટ આપવામાં આવી હતી, જેને લઇ વેસ્ટન રેલ્વે મજદુર સંઘ દ્વારા રેલ્વે વર્કશોપ પ્રાગણમાં એક ધરના પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેસ્ટન રેલવે મજદૂર સંઘ ના સેક્રેટરી લલિત મીણા તેમજ ચેરમેન સહિત સભ્ય ઉપસ્થિત રહી ધરના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મુખ્ય કારખાના પ્રબંધકને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમની માગ હતી કે સમસ્ત સસ્પેન્ડ અને ચાર્જશીટ આપેલ અધિકારીઓને ફરીથી કામ પર લેવામાં આવે જો આવું ના થાય તો સોમવારથી વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા સતત ઘરના પ્રદર્શન કરશે અને તંત્ર સમક્ષ વિરોધ પ્રદર્શન કરશે..