સુરતમાં આપના પ્રદેશ આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સ યોજી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં આપના પ્રદેશ આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સ યોજી
ધારાસભ્ય ચૈતર વસાવાને સાત વર્ષની સજા
પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા

આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને સાત વર્ષની સજાના ચુકાદા બાદ સુરતમાં આપના પ્રદેશ આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતાં.

આમ આદમી પાર્ટીની સુરતમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આપના પ્રદેશ ઉપપ્રમુખ રામ ધડુકે આક્ષેપ કર્યો હતો કે ચૈતર વસાવા વિરુદ્ધનો સમગ્ર કેસ ભાજપે રાજકીય કારણોસર ઉભો કર્યો છે અને તેમને ડેડિયાપાડા તથા આદિવાસી સમાજથી દૂર રાખવાના સતત પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે ચૈતર વસાવા વર્ષોથી આદિવાસી સમાજના હકો, શિક્ષણ, જમીન અને જંગલના પ્રશ્નો માટે લડતા આવ્યા છે અને તેમના નેતૃત્વમાં નર્મદા જિલ્લામાં ભાજપને રાજકીય નુકસાન સહન કરવું પડ્યું છે. પ્રદેશ પ્રવક્તા એ ચુકાદા અંગે પ્રશ્નો ઉઠાવતા કહ્યું કે સમગ્ર પ્રક્રિયા અને ઝડપથી આવેલા ચુકાદાને લઈને લોકોમાં શંકા ઉભી થઈ રહી છે

આરોપ લગાવ્યો કે ચૈતર વસાવાની વધતી લોકપ્રિયતાથી ભાજપ અસ્વસ્થ હતું અને તેમને રાજકીય રીતે નબળા પાડવા વિવિધ એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આપ નેતાઓએ દાવો કર્યો કે ચૈતર વસાવા ટૂંક સમયમાં ફરી જનતા વચ્ચે આવશે અને પોતાની કાનૂની તથા રાજકીય લડત આગળ વધારશે. સાથે જ પાર્ટીએ ચૈતર વસાવા અને તેમના પરિવારને સંપૂર્ણ સમર્થન આપવાની પણ ખાતરી વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *