માંડવી પોલીસ સ્ટેશન ખાતે આગામી તેહવાર
મોહરમપર્વ નિમિતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ.
ASP ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.
માંડવી પોલીસ સ્ટેશન ખાતે આજ રોજ તા. 23 જૂન 2026 ના રોજ આગામી મોહરમ પર્વને અનુલક્ષીને માંડવી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.
માંડવી પોલીસ સ્ટેશન ખાતે ASP. અક્ષેશ એન્જિનિયરના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. કાર્યક્રમના અધ્યક્ષએ જણાવ્યું હતું કે, મોહરમ તાજીયાનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તહેવાર, સુલેશ શાંતિનો ભંગ ન થાયકાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ રીતે શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે તમામ આયોજકો અને આગેવાનોને પોલીસ તંત્રને સહકાર આપવા અપીલ કરી હતી. આ બેઠકમાં માંડવી પોલીસ સ્ટેશનના પી.આઈ. જે. એસ.વળવી તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. ઉપરાંત શાંતિ સમિતિના સભ્યો, તાજિયા આયોજકો, નગરના આગેવાનો અને મુસ્લિમ અગ્રણી સમીર બાવા, ચિરાગ પુજારી,પપ્પુભાઈશાહ મહાવીર, કોર્પોરેટર અંજુમભાઈ સૈયદ, સફુભાઈ મન્સૂર , તથા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
