કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ આજે નવસારીમાં

Featured Video Play Icon
Spread the love

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ આજે નવસારીમાં
પ્રાકૃતિક વેપાર બજાર નું લોકાર્પણ કર્યું
સરપંચ અભિવાદન સમારોહમાં પણ ઉપસ્થિત રહ્યા

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ આજે નવસારી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમણે પ્રાકૃતિક વેપાર બજારનું લોકાર્પણ કર્યું હતું સાથે જ સરપંચ અભિવાદન સમારોહમાં પણ ઉપસ્થિત રહ્યા હતા

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ આજે નવસારીની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમણે જય શંકર પાર્ટી પ્લોટ નજીક નવસારી જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રાકૃતિક વેપાર બજાર નું લોકાર્પણ કર્યું હતું જેમાં નવસારી જિલ્લામાં પ્રાકૃતિક રીતે ખેતી કરતા લોકો આ બજારમાંથી સીધા જ ગ્રાહકોને શાકભાજી અને ફળ ફ્રૂટ નું વિતરણ કરી શકશે તો શહેરની પ્રજાને પણ ઓર્ગેનિક શાકભાજી અને ફ્રુટ સરળતાથી અને ઓછા ભાવે મળી રહેશે.આ સાથે જ તેમણે નવસારીના ઇટારવા ખાતે આવેલ બી આર ફાર્મ માં આયોજિત સરપંચ અભિવાદન સમારોહમાં પણ હાજરી આપી હતી જ્યાં હાલમાં સરપંચ તરીકે ચૂંટાયેલા સરપંચો અને ડેપ્યુટી સરપંચોનું સન્માન કર્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *