સુરતમાં મોટી દુર્ઘટના બનતા રહી ગઈ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં મોટી દુર્ઘટના બનતા રહી ગઈ
વરાછાની સદભાવના સ્કુલમાં ક્લાસ શરૂ થાય તે પહેલા જ એસીમાં બ્લાસ્ટ
સદનસીબે કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો

સુરતમાં મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હોય તેમ વરાછાની સદભાવના સ્કુલમાં ક્લાસ શરૂ થાય તે પહેલા જ એસીમાં બ્લાસ્ટ થતા ભાગદોડ મચી ગઈ હતી જો કે સદનસીબે કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.

સુરત શહેરમાં ફરી એકવાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં વરાછાની સદભાવના સ્કૂલમાં ક્લાસ શરૂ થાય તે પહેલાં જ એસી માં બ્લાસ્ટ થતા વિદ્યાર્થીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. વરાછાના માતાવાડી વિસ્તારમાં આવેલી જાણીતી સદભાવના શાળામાં વહેલી સવારે ક્લાસરૂમ શરૂ થાય તે પૂર્વે જ એસીમાં અચાનક બ્લાસ્ટ થતાં ભારે દોડધામ મચી ગઈ હતી. જોરદાર ધડાકા સાથે ફાટી નીકળેલી આગને પગલે શાળા પરિસરમાં હાજર વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો. જોકે, આ દુર્ઘટના શાળાનો સમય શરૂ થાય તે પહેલાં ઘટી હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ હતી. સ્ટાફે હિંમત બતાવી ફાયર સેફ્ટીના સાધનોથી આગ ઓલવી હતી તો બનાવની જાણ થતા ફાયરની 3 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને કુલિંગ કામગીરી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *