સુરતમાં પ્રિસ્ક્રીપ્શન વગર દવા વેચાતા મેડિકલ સ્ટોર પર દરોડા,
નશાકારક સીરપનો જથ્થો ઝડપાયો
ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક શીરપનુ વેચાણ કરતા વરાછા વિસ્તારના મેડિકલ સ્ટોર્સ પર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખી એસઓજીની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત ના નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે અપાયેલા આદેશને લઈ સુરત એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે એસઓજીની ટીમે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખી વરાછા વિઠ્ઠલ નગર સોસાયટીમાં આવેલ ગીતા મેડીકલ સ્ટોર્સ પર દરોડા પાડ્યા હતાં જ્યાંથી મેડિકલ સ્ટોર્સના સંચાલક કિશન વિરારામ સોનારાને ડોક્ટરની પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક શિરપનુ વેચાણ કરતા ઝડપી પાડી તેની પાસેથી કોડી પાન સિરપની બોટલો સહિતની મત્તા કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.