સુરતમાં હાર્ટ એટેકથી 27 વર્ષીય કાપડના વેપારીનું મોત
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ
મોત ક્યારે અને કઈ જગ્યાએ આવે તે કોઈને ખબર નથી. ત્યારે સુરતમાં અચાનક આવેલી મોત સીસીટીવીમાં કેદ થઈ છે. રીંગરોડ ખાતે કાપડ માર્કેટની દુકાનમાં વેપારીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યુ હતુ જે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
મોત પાણી પણ ન પીવા દે કહેવત સુરતમાં સાર્થક થઈ હોય તેમ લાગી રહ્યું છે. વાત એમ છે કે સુરતના રીંગરોડ ખાતે આવેલ પદ્માવતી માર્કેટની કાપડની દુકાનમાં વેપારી ઋષભ ગાંધી ખુરશી પર બેઠો હતો તે સમયે પાણી પીવા માટે બોટલ હાથમાં લીધી પરંતુ પાણી પિવે તે પહેલા જ વેપારીને હાર્ટ એટેક આવી ગયુ અને વેપારીનું પ્રાણ પંખેરૂ ઉડી ગયુ હતું. સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ છે હાલ તો વેપારીના મૃતદેહને પી.એમ. અર્થે નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયો છે.