વ્યારા ખાતે આદિવાસી આરોગ્ય ક્ષેત્રે યુએનએમ ફાઉન્ડેશનની નવી પહેલ
ગુજરાત સરકાર સાથે PPP મોડલ હેઠળ આરોગ્ય પ્રોજેક્ટની શરૂઆત
આદિવાસી આરોગ્ય માટે UNM ફાઉન્ડેશનનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ
ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશન (યુએનએમ ફાઉન્ડેશન) દ્વારા તાપી જિલ્લાના વ્યારા ખાતે આદિવાસી આરોગ્ય ક્ષેત્રે એક નવી શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત સરકાર સાથે જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી) મોડલ હેઠળ હાથ ધરાયેલા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો સંપૂર્ણ ખર્ચ યુ.એન.એમ. ફાઉન્ડેશન વહન કરશે.
૨૨ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ૩૧૭ બેડની અત્યાધુનિક ‘ટ્રાન્ઝિશનલ હોસ્પિટલ’નું લોકાર્પણ અને ૮૦૦ બેડની નવી ‘યુ.એન.એમ. જનરલ હોસ્પિટલ’નું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સહિત મંત્રી શ્રી જયરામભાઇ ગામીત અને અન્ય અગ્રણી મંત્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જૂની ૧૫૬ બેડની હોસ્પિટલના સ્થાને નવી ૮૦૦ બેડની હોસ્પિટલનું નિર્માણ થાય ત્યાં સુધી દર્દીઓની સારવાર નિરંતર ચાલુ રહે તે માટે ૩૧૭ બેડની સુવિધા ઊભી કરાઈ છે. તેમાં ૨૭૧ વોર્ડ બેડ સામેલ છે. ઓપીડી ક્ષમતા ૧૭ ક્લિનિકલ સ્પેશિયાલિટીઝ સાથે ૨૪ સમર્પિત રૂમ છે સ્થાનિક સમુદાયને લાભ મળશે આ સુવિધાથી દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોના આશરે ૮ લાખથી વધુ લોકોને (મુખ્યત્વે આદિવાસી સમુદાયને) ઘરઆંગણે જ ગુણવત્તાયુક્ત સારવાર મળશે. યુ.એન.એમ. ફાઉન્ડેશન વિશે: ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવાર દ્વારા સંચાલિત આ ફાઉન્ડેશન આરોગ્ય (યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ, યુએનએમ ચિલ્ડ્રન હોસ્પિટલ), શિક્ષણ (‘શિક્ષા સેતુ’, ‘સેકન્ડ ચાન્સ’), પર્યાવરણ અને સંસ્કૃતિ (‘અભિવ્યક્તિ’ આર્ટ્સ પ્રોજેક્ટ) જેવા ક્ષેત્રોમાં કાર્યરત રહીને ૨.૫ કરોડથી વધુ લોકોના જીવનને સકારાત્મક રીતે લોકો ને લાફ મળશે.
