સીદસરમાં પુત્રએ ચોરી કર્યાની આશંકા રાખી પિતા પર હુમલો કરનાર ઝડપાયા

Featured Video Play Icon
Spread the love

સીદસરમાં પુત્રએ ચોરી કર્યાની આશંકા રાખી પિતા પર હુમલો કરનાર ઝડપાયા
૧ર સામે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી
પોલીસે આરોપીઓનું ઘટના સ્થળે લઇ જઇ રીકન્ટ્રકશન કર્યું

ભાવનગર શહેર નજીકના સિદસર ૨૫ વારીયામાં પુત્રએ ચોરી કર્યાની આશંકા રાખી શખ્સોના ટોળાએ ઘસી આવી પિતા પર હમલો કરતા પિતા ભાગીને પેટ્રોલ પંપની ઓફિસમાં ઘુસી જતા તેને બહાર કાઢી ધોકા અને છરીના ઘા મારી ઈજા પહોંચાડતા ઈજાગ્રસ્તને ભાવનગર સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ૧૨ સામે ગુનો નોંધી ઘટનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી લઇ સ્થળ પર લઇ જઇ રીકન્ટ્રકશન કરાવ્યુ હતું.

આ અંગે શહેર નજીક આવેલા સૌંદસર ૨૫ વારીયામાં રહેતા રમેશગીરી કાળુગીરી ગૌસ્વામી (ઉ.વ.૪૬)એ વરતેજ પોલીસ મથકમાં આકાશ સંજયભાઈ મકવાણા,પંકજ ચંદુભાઈ મકવાણા, કિસ્મત ભગવાનભાઈ પટણી, રોહિત ગગજીભાઈ સોલંકી, વિકુ સુરેશભાઈ ખોખર, સાહિલ સંજયભાઈ મકવાણા, સન્ની સંજયભાઈ મકવાણા, સુનિલ ચંદુભાઈ મકવાણા, પ્રભાત વેલકાભાઈ ચુડાસમા, બળુ વેલકાભાઈ ચુડાસમા, સોમુ અશોકભાઈ મકવાણા, શભૂ દિનેશભાઈ મકવાણા રહે. તમામ સીદસર, ૨૫ વારીયા, ભાવનગર સામે એવી ફરિયાદ નોંધાવી હતી કે,ગઈ તા.પ-૦૯ ના રોજ તેઓના ગામમાં રહેતા તમામ શખ્સો તેઓના દિકરા અજયગીરીએ તેમનો કોપર વાયરની ચોરી કરી હોય તેવી શંકા રાખી તેઓના દિકરા સાથે ઝગડો તેમજ બોલાચાલી થઈ હતી જેની દાઝ રાખી તા.૬-૦૯ના સાંજના છ વાગ્યા આજુ બાજુ તેઓસીદસર ૨૫ વારીયાના ખુણે બેઠા હતા ત્યાં તમામ શખસે એક સંપ કરી આવી તેઓને અપશબ્દો બોલતા હોય દરમિયાન તેઓ તેમનો બચાવ કરી ભાગીને પેટ્રોલ પંપની ઓફિસમાં ભાગી જતા હતા તે વેળાએ તમામ શખ્સો તેમને પેટ્રોલપંપની ઓફિસમાં ઢીકા પાટુનો માર મારી પેટ્રોલપંપની બહાર લઈ જઈ તેઓને લાકડાનો ધોકા તેમજ છરી વડે હુમલો કરી તેઓને ગંભીર ઈજાઓ પુછાતા પહોચતા તેઓને ગંભીર હાલતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.રમેગ્ગીરીએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ૧૨ સામે બીએનએસ એક્ટની વિવિધ કલમો તેમજ જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી લઇ સ્થળ પર લઇ જઇ ઘટનાનું રીકન્ટ્રકશન કરાવ્યું હતુ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *