કુખ્યાત સાગર સોનવણે ઉર્ફે મન્યા ડુક્કરના સાગરીતો ઝડપાયા
જયેશ બારકુના સાગરીતોને પણ હથિયારો સાથે ઝડપી પાડ્યા
સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉધના પોલીસ સ્ટેશનના જય દલાલ હત્યા કેસમાં કુખ્યાત આરોપી સાગર સોનવણે ઉર્ફે મન્યા ડુક્કર અને જયેશ બારકુના સાગરીતોને હથિયારો સાથે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
સુરતમાં ગુનાખોરી ડામી દેવા અને અગાઉ ગુનાઓ આચરનારાઓની ટોળકી સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉધના વિસ્તારમાં થયેલા જય દલાલ હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન કુખ્યાત આરોપી સાગર સોનવણે ઉર્ફે મન્યા ડુક્કર અને જયેશ બારકુ સાથે સંકળાયેલા સાગરીતો પ્રિતેશ ઉર્ફે જ્ઞાનેશ્વર સોનવણે, ગણેશ ઉર્ફે બટકા બાપુભાઈ કોળી અને રાજ આધાર વેંદેને ઝડપી પાડ્યા હતાં. અને આરોપીઓ પાસેથી છુપાવી રાખવામાં આવેલા હથિયારો જેમાં પિસ્ટલ, મેગ્ઝીન તથા કારતુસ સહિતનો મુદ્દામાલ કબજે કર્યા હતાં. જે અંગે ડીસીપી ક્રાઈમે વધુ માહિતી આપી હતી.
