સુરતમાં ‘એસ.એસ.સી. ઈન્સ્ટા ગ્લો મેડી ફેશિયલ’નું લોન્ચિંગ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ‘એસ.એસ.સી. ઈન્સ્ટા ગ્લો મેડી ફેશિયલ’નું લોન્ચિંગ
ભારતીય ત્વચા માટે ખાસ ફેશિયલ કિટ તૈયાર.

સુરતમાં ભારતીય ત્વચાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી એક્સક્લુઝિવ ફેશિયલ કિટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ડર્મેટોલોજિસ્ટ ડો. જગદીશ સખીયા દ્વારા તૈયાર કરાયેલ એસએસસી ઈન્સ્ટા ગ્લો મેડી ફેશીયલ આજે 9 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવ્યું છે.

ભારતમાં પ્રથમ વખત ભારતીય ત્વચાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડર્મેટોલોજિસ્ટ ડૉ. જગદીશ સખીયા દ્વારા તૈયાર કરવામાં આવેલી એસએસસી ઈન્સ્ટા ગ્લોબ મેડી ફેશિયલ કિટ લોન્ચ કરવામાં આવી છે. ડો. જગદીશ સખીયાના 30 વર્ષના અનુભવ અને 6 લાખથી વધુ દર્દીઓની સારવારના અનુભવના આધારે આ મેડીફેસિયલ તૈયાર કરવામાં આવ્યું છે. ચાર સ્ટેપ ધરાવતી આ સિંગલ-યુઝ પ્રોફેશનલ કિટમાં ક્લેન્ઝર, એક્સફોલિએટર, બ્રાઇટનર અને હાઇડ્રેટરનો સમાવેશ થાય છે. કિટમાં ગ્લાઇકોલિક એસિડ, એઝેલેઇક એસિડ, સેલિસિલિક એસિડ, મેન્ડેલિક એસિડ, લેક્ટિક એસિડ અને આલ્ફા આર્બ્યુટિન સહિતના એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ક્લિનિકના જણાવ્યા મુજબ આ મેડીફેસિયલ ત્વચાને ક્લેન્ઝ, એક્સફોલિએટ, બ્રાઇટન અને હાઇડ્રેટ કરવાની પ્રક્રિયા દ્વારા ઇન્સ્ટન્ટ ગ્લો અને સ્મૂથ લુક આપવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. એસએસસી ઈન્સ્ટા ગ્લોબ મેડી ફેશિયલની કિંમત 4,999 રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે લોન્ચ નિમિત્તે મર્યાદિત સમય માટે 50 ટકા ઇન્ટ્રોડક્ટરી ઓફર જાહેર કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *