સુરતના મજુર વિધાનસભામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન
ઓપરેશન સિંદૂરની સફળતાના ઉમંગ સાથે શહેર ગૂંજી ઉઠ્યું
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યાત્રાનું નેતૃત્વ કર્યુ
સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓપરેશન સિંદૂરની સફળતાના ઉમંગ સાથે શહેર ગૂંજી ઉઠ્યું હતું.
સુરત શહેરમાં રાષ્ટ્રપ્રેમની લાગણી ઉજાગર કરતી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રા શહેરના પાર્લે પોઈન્ટથી શરૂ થઈ અને પીપલોદના કારગીલ ચોક પર જઈ સંપન્ન થઈ. દેશભક્તિના વાતાવરણ વચ્ચે હજારોની સંખ્યામાં નાગરિકો આ યાત્રામાં જોડાયા હતા. આ યાત્રાનું આયોજન રાજ્યના ગૃહમંત્રી તથા ૧૬૫ મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ કર્યુ હતું. “ઓપરેશન સિંદૂર” ની સફળતા અને દેશના સેનાના જવાનોના શૌર્યને બિરદાવી તેઓએ આ યાત્રાનું નેતૃત્વ કર્યુ હતું. તિરંગાની મહીમા અને રાષ્ટ્રીય એકતાનું પાવન સંદેશ આપતી આ યાત્રામાં વિવિધ વયના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. આ યાત્રામાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, રાજ્યસભાના સાંસદ મુકેશ દલાલ તેમજ અન્ય અનેક ધારાસભ્યોએ પણ તિરંગા યાત્રામાં હાજરી આપી હતી. પતાકા, બેનરો અને દેશભક્તિ ગીતો સાથે, બેન્ડ-વાજાની ગરિમા વચ્ચે યાત્રાનું સમગ્ર શહેરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ તિરંગા યાત્રા માત્ર દેશભક્તિનો ઉત્સવ નહીં, પણ દેશના રક્ષકોના શૌર્ય અને બલિદાનને શ્રદ્ધાંજલિ આપતી એક અનોખી પ્રેરણા બની રહી.