સુરતમાં યુવતિ સાથે બળાત્કારના કેસમાં ઝડપાયેલા ભાજપ નેતા
ભાજપના વોર્ડ નેતા આદિત્ય ઉપાધ્યાયનો યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો
કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરતા કપડા પણ ફાટી ગયા
સુરતમાં યુવતિ સાથે બળાત્કારના કેસમાં ઝડપાયેલા ભાજપના વોર્ડ નેતા આદિત્ય ઉપાધ્યાયનો યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો અને યુવક કોંગ્રેસ દ્વારા કોર્ટની બહાર આરોપીને પોલીસ લઈ જતી હતી તે સમયે વિરોધ કરાયો હતો. તો વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરતા કપડા પણ ફાટી ગયા હતાં.
સુરતમાં ભાજપના વોર્ડ નેતા આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્રએ એક યુવતીને કારમાં હોટલમાં લઈ જઈ તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો જે ઘટનામાં નરાધમ બળાત્કારી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્રની પોલીસે ધરપકડ કર્યા બાદ રિમાન્ડ મેળવ્યા હતા. તો રિમાન્ડ બાદ આરોપી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્રને કોર્ટમાં રજુ કરાતા કોર્ટમાં યુથ કોંગ્રેસના આગેવાનો પહોંચી ગયા હતા અને કોર્ટની બહાર ભારે વિરોધ કર્યો હતો. કોંગ્રેસી કાર્યકર્તાઓએ બીજેપીને બળાત્કારી જલસા પાર્ટી ગણાવી પોસ્ટર દર્શાવ્યા હતાં. પોલીસ વાનના બોનેટ પર કોંગ્રેસી કાર્યકર્તાઓ ચડી ગયા હતાં જેને લઈ પોલીસે તમામ કાર્યકર્તાઓને અટકાવ્યા હતા અને ટીંગાટોળી કરતા કોંગ્રેસી કાર્યકર્તાઓના કપડા પણ ફાટી ગયા હતાં. પોલીસે યુથ કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી. અને નરાધમી ભાજપના નેતા આદિત્ય ઉપાધ્યાયને કડકમાં કડક સજાની માંગ યુથ કોંગ્રેસ દ્વારા કરાઈ હતી.