સુરતમાં અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા યજ્ઞનું આયોજન
બિનવારસી મૃતકોના આત્માની શાંતિ માટે યજ્ઞનું આયોજન
પોતાના સ્વજનોના આત્માને શાંતિ મળે તે હેતુથી યજ્ઞના આહુતિ આપી
સુરતમાં અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોના આત્માની શાંતિ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ અને બોમ્બેથી લોકો આવ્યા હતા અને પોતાના સ્વજનોના આત્માને શાંતિ મળે તે હેતુથી યજ્ઞના આહુતિ આપી હતી.
આ અંગે સંસ્થાના પ્રમુખ વેણીલાલ મારવાળાએ જણાવ્યું હતું કે , અગ્નિદાહ સેવા કેન્દ્ર એક એવી સંસ્થા છે જે બિનવારસી લાશોના અંતિમસંસ્કાર કરે છે. નાત – જાતના ભેદભાવ વગર નિશ્વાર્થ ભાવે સંસ્થાના સભ્યો બિનવારસી લાશોના અંતિમસંસ્કાર કરે છે. ત્યારે આજે બિનવારસી મૃતકોના આત્માની શાંતિ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આર્યાસમાજ હોલ સોની ફળિયા ખાતે આ યજ્ઞ યોજાયો હતો જેમાં વર્ષ દરમ્યાન જેટલા પણ બિનવારસી મૃતકોના અંતિમ સંસ્કાર થયા હોય એ તમામ લોકોના ફોટાનું પ્રદર્શન યોજાયું હતું આ સાથે જ આજે યોજાયેલા યજ્ઞમાં અમદાવાદ અને બોમ્બેથી લોકો આવ્યા હતા. આ લોકોએ પોતાના સ્વજોનોના આત્માની શાંતિ માટે યજ્ઞમાં આહુતિ આપી હતી.