સુરતમાં રોગચાળાનો કહેર યથાવત
કડોદરાના 23 વર્ષીય અંકિત પાંડેનું સિવિલમાં સારવાર દરમિયાન મોત,
સુરતમાં રોગચાળાના કહેર વચ્ચે વધુ એક યુવકનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. કડોદરામાં રહેતા 23 વર્ષીય અંકિત પાંડેનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. તબીબી તપાસમાં યુવકને ઝેરી મલેરિયા હોવાનું સામે આવ્યું હતું.
સુરતના કડોદરામાં રહેતા 23 વર્ષીય અંકિત પાંડેને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવી રહ્યો હતો. તબિયત વધુ લથડતા પરિવારજનોએ યુવકને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં તબીબોએ તપાસ કરતા યુવકને ઝેરી મલેરિયા હોવાનું સામે આવ્યું હતું. જોકે સારવાર દરમિયાન જ અંકિત પાંડેનું મોત નીપજ્યું હતું. માત્ર ત્રણ દિવસના તાવ બાદ યુવકનું મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થયો છે. મહત્વની વાત એ છે કે અંકિતના દોઢ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. યુવકના મોતને પગલે પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છે.
