ઉધનામાં જીવલેણ હુમલાના કેસમાં 2 આરોપી ઝડપાયા
બંને રીઢા ગુનેગાર હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું
ઉધનામાં જન્માષ્ટમીના દિવસે અનુજ નામના વ્યક્તિ પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં ઉધના પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. તપાસમાં બંને આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનુ પણ સામે આવ્યુ છે.
સુરતના ઉધના વિસ્તારમાં જન્માષ્ટમીના દિવસે અનુજ નામના વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે ઉધના પોલીસે તપાસ હાથ ધરી હતી અને ગણતરીના સમયમાં બે આરોપીઓ સાહિલ અને સુશીલ ને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં. તો પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી સાહિલ અગાઉ ઓલપાડના હત્યાના ગુનામાં આરોપી રહી ચૂક્યો છે. જ્યારે બીજો આરોપી સુશીલ પણ અગાઉ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હોવાની માહિતી સામે આવી છે. હાલ તો બંને આરોપીઓની ધરપકડ બાદ ઉધના પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.
