સુરતનો વિયર-કમ-કોઝવે ફરી ખુલ્લો
પાણીનું લેવલ ઘટતા મનપાએ વાહન વ્યવહાર શરૂ કર્યો
સુરતના અડાજણ રાંદેર અને કતારગામ વેડરોડના વાહન ચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા હોય તેમ ભારે વરસાદના કારણે બંધ કરાયેલો સુરતનો વિયર-કમ-કોઝવે હવે ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે. પાણીનું લેવલ ભયજનક સપાટીથી નીચે જતા મનપાએ આ નિર્ણય લીધો છે.
સુરતનો વિયર-કમ-કોઝવે હવે ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. અગાઉ ભારે વરસાદને કારણે કોઝવે ઉપર પાણીની આવક વધતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. જોકે હાલમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેતા કોઝવે ઉપરથી પાણીની આવકમાં ઘટાડો થયો છે. કોઝવેનું પાણીનું લેવલ પણ ભયજનક સપાટીથી નીચે જતું રહેતા સુરત મહાનગરપાલિકા દ્વારા તા. 9 સપ્ટેમ્બર 2026થી કોઝવે વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોઝવે ખુલતા વાહનચાલકોને મોટી રાહત મળી છે અને ફરી એકવાર આ માર્ગ પર વાહન વ્યવહાર શરૂ થયો છે.
