ડિંડોલી પોલીસની સરાહનીય પહેલ

Featured Video Play Icon
Spread the love

ડિંડોલી પોલીસની સરાહનીય પહેલ
એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે પોલીસ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન

સુરત પોલીસ પ્રજાલક્ષી કામગીરી કરવામાં અગ્રેસર છે ત્યારે સુરત ડિંડોલી પોલીસ દ્વારા સરાહનીય પહેલ જોવા મળી હતી જેમાં ડિંડોલી પોલીસ સ્ટેશન દ્વારા એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરત પોલીસ પ્રજાલક્ષી કામગીરીમાં અગ્રેસર છે ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં ડિંડોલી પોલીસ સ્ટેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10 વાગ્યાથી શરૂ થયેલી આ શિબિરમાં પોલીસ અધિકારીઓ સહિત અનેક લોકો રક્તદાન માટે જોડાયા હતા. રક્તદાન એટલે માનવતાનો સંદેશના સ્લોગન સાથે એક યુનિટ રક્ત કોઈનું જીવન બચાવી શકે છે, તેવા સંદેશ સાથે લોકોને રક્તદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતાં. આ શિબિરમાં રક્તદાન કરનાર દરેક રક્તદાતાને ડિંડોલી પોલીસ સ્ટેશન દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યુ હતું. ડિંડોલી પોલીસના આ માનવતાભર્યા આયોજનની લોકો દ્વારા સરાહના કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *