માંડવી ઝંખવાવ માલ્ધા ફાટા રોડ પર પડેલા ખાડા

Featured Video Play Icon
Spread the love

માંડવી ઝંખવાવ માલ્ધા ફાટા રોડ પર પડેલા ખાડા
ખાડા અંગે આજરોજ પ્રાંત અધિકારીને આવેદન પત્ર અપાયું.

માંડવી ઝંખવાવ માલ્ધા ફાટા રોડ પર પડેલા ખાડા અંગે આજરોજ પ્રાંત અધિકારીને આવેદન પત્ર અપાયું.

માંડવી–ઝંખવાવ રોડ પર માલ્ધા ફાટા નજીક રસ્તા પર પડેલા મોટા અને જોખમી ખાડાઓને કારણે વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ચોમાસા દરમિયાન ખાડાઓમાં પાણી ભરાઈ જતાં તેની ઊંડાઈનો અંદાજ ન આવવાથી અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. માલ્ધા ફાટા નજીક રસ્તાની હાલત કથળી જતાં ખાસ કરીને ટુ-વ્હીલરચા ફોરવીલ વાહન ચાલકો માટે આ માર્ગ જોખમી બન્યો છે. ખાડાઓને કારણે વાહનોને નુકસાન થવાની ફરિયાદો પણ સામે આવી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે અગાઉ પણ માર્ગની ખરાબ હાલત અંગે તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી, છતાં હજુ સુધી યોગ્ય સમારકામ કરવામાં આવ્યું નથી. આ મામલે તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા નાથુભાઈ ચૌધરી, કમલેશભાઈ કીમદુંગરા, મનોજ માલધા અને કરસનભાઈ ફૂલવાડી સહિતના આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી માલ્ધા ફાટા નજીકના જોખમી ખાડાઓ તાત્કાલિક પુરાવી માર્ગનું સમારકામ કરવાની માંગ કરી હતી. આવેદનપત્રમાં જણાવાયું હતું કે, જો આગામી બે દિવસમાં ખાડાઓનું સમારકામ કરવામાં નહીં આવે તો જનહિતમાં સ્થાનિક લોકો સાથે લોકશાહી અને શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. વાહનચાલકો અને સ્થાનિક રહિશોએ તંત્રને તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી માર્ગનું સમારકામ કરાવી સંભવિત અકસ્માતોને અટકાવવા માંગ ઉં ઠવા પામી છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *