સુરતમાં પણ કોંગ્રેસ રસ્તા પર ઉતરી આવી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં પણ કોંગ્રેસ રસ્તા પર ઉતરી આવી
દિલ્હીમાં રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ટોચના નેતાઓની અટકાયત
કોંગ્રેસે ધરણાં યોજી કેન્દ્ર સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો

દિલ્હીમાં રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ટોચના નેતાઓની અટકાયતના વિરોધમાં હવે સુરતમાં પણ કોંગ્રેસ રસ્તા પર ઉતરી આવી છે. માનદરવાજા ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કોંગ્રેસે ધરણાં યોજી કેન્દ્ર સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવતા પોલીસે કોંગ્રેસીઓની અટકાયત કરી હતી.

નીટ પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે દિલ્હીમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસે દેશવ્યાપી વિરોધ શરૂ કર્યો છે. દિલ્હીમાં સંસદમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે અને કે.સી. વેણુગોપાલ સહિતના ટોચના નેતાઓને ડિટેન કરવામાં આવ્યા બાદ દેશભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે સુરત શહેર કોંગ્રેસ સમિતિએ માનદરવાજા ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણાં કાર્યક્રમ યોજ્યો હતો. કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. જોકે પ્રદર્શન દરમિયાન પોલીસે સ્થળ પર પહોંચી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. સમગ્ર ઘટનાને લઈને સ્થળ પર ભારે ગહમાગહમીનું વાતાવરણ સર્જાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *