સુરત : 9 વર્ષીય બાળકી સાથે સાવકા પિતાની જાતીય સતામણી
મોબાઈલમાં અશ્લીલ વીડિયો ચાલુ કરીને માસૂમની છેડતી કરી
સ્કૂલે જતી તો પણ પીછો કરતો, આરોપીની ધરપકડ
સુરતમાં નરાધમો જાણે હવે ઘરમાં પણ પેસી ગયા હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે લિંબાયત ખાતે રહેતી 34 વર્ષીય ત્યક્તાની નવ વર્ષિય બાળાને 19 વર્ષીય બીજા પતિએ મોબાઈલમાં અશ્લિલ વિડીયો બતાવી છેડતી કરી હોવાનો બનાવ બનતા પોલીસે નરાધમ યુવાનને ઝડપી પાડ્યો હતો.
સુરતમાં નાની બાળાઓ પર જાતીય હુમલા અને જાતીય સતામણીના બનાવો વારંવાર સામે આવે છે ત્યારે 34 વર્ષીય ત્યક્તાની 9 વર્ષીય પુત્રીને 19 વર્ષીય બીજા પતિએ મોબાઈલ ફોનમાં અશ્લીલ વિડીયો બતાવી છેડતી કર્યાની ફરિયાદ લીંબાયત પોલીસ મથકે નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે તાત્કાલિક લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી હતી અને પોતાની જ સાવકી પુત્રીને અડપલા કરનાર નરાધમ યુવાનને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.