સુરત : ભેસ્તાનમાં લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો
ચા પાનના ગલ્લા પર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો
દુકાનદારે પૈસા માંગતા અસામાજિક તત્વોએ હુમલો કરી કર્યો
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે ભેસ્તાન વિસ્તારમાં લુખ્ખા તત્વોએ આતંકમચાવ્યો હતો. ચાના ગલ્લા પર લુખ્ખા તત્વોએ સિગારેટ અને ચા પિધા બાદ રૂપિયા ન આપી દુકાનદાર પર હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી.
સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ત્યારે ભેસ્તાન વિસ્તારમાં અસામાજિક લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ બાટલીબોય પાસે ઝોટા હાઉસ નજીક આવેલ ચા પાનના ગલ્લા પર અસામાજિક તત્વો ચા પિવા ગયા બાદ સિગારેટ પણ પીધી હતી. જો કે ત્યારબાદ જઈ રહેલા અસામાજિક તત્વો પાસે દુકાનદારે પૈસા માંગતા અસામાજિક તત્વોએ પૈસા ન આપી દુકાનદાર પર હુમલો કરી દીધો હતો. જેને લઈ આવા અસામાજિક તત્વો સામે પોલીસ કેવા પગલા લેશે તે જોવુ રહ્યું…