સુરતમાં ખાડીપુરની સ્થિતિ બાદ વકર્યો રોગચાળો
નવી સિવિલમાં ઝાડા, ઉલ્ટી, તાવ સહિતના કેસોમાં વધારો
જુન મહિનામાં જ ઝાડા ઉલ્ટીના 450 જેટલા કેસ સામે આવ્યા હતા
સુરતમાં ભારે વરસાદ બાદ ખાડી પુરની સમસ્યા સર્જાયાને લઈ હવે ખાડી પુરનીસ સ્થિતિ સર્જાઈ છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ઝાડા, ઉલ્ટી, તાવ સહિતના કેસોમાં વધારો થઈ રહ્યો છે.
સુરત માં વરસાદ બાદ રોગચાળાની સ્થિતિ જોવા મળી છે. ખાડીપૂર સર્જાયા બાદરોગચાળામા વધારો જોવા મળી રહ્યો છે. સૂરત નવી સિવિલ હોસ્પિટલમાં ઝાડા, ઉલટી, તાવ સહિતના પાણીજન્ય રોગચાળાના અલગ અલગ કેસોમાં વધારો થયો છે. સુરતમાં હાલ મલેરીયા, ડેન્ગ્યુ, ગેસ્ટો, તાવના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જ્યાં ખાડી પુરના પાણી ઓસર્યા છે ત્યાં મનપા દ્વારા આરોગ્ય વિભાગની 36 ટીમો ઉતારાઈ છે. જેમાં જુન મહિનામાં જ ઝાડા ઉલ્ટીના 450 જેટલા કેસ સામે આવ્યા હતા તો સામાન્ય ઝાડાના 250 અને સામાન્ય તાવના 400 કેસો મળ્યા હતાં. તો જુન મહિનામાં 7 લોકોના ઝાડા ઉલ્ટીના કારણે મોત નિપજ્યા છે. જેઓનુ હાલ પી.એમ. રીપોર્ટ આવ્યો નથી. તો ગત જુન 2024માં મેલેરિયા 33 જેટલા કેસ હતા જ્યારે આ વર્ષે 2025માં મેલેરિયાના 29 જેટલા કેસ આવ્યા છે તો ગત જુન 2024માં ડેંગ્યૂના 2 કેસ નોંધાયા હતા તો આ વર્ષે 2025માં ડેગ્યુંના મેલેરિયાના 3 જેટલા કેસ નોંધાયા છે. વરસાદ પહેલા સિવિલમાં ઓપીડીમા 200થી વધારે રોજ કેસો આવી રહ્યા હતાં. પૂરની સ્થિતિ બાદ સિવિલ હોસ્પિટલમા ઓપીડીમા રોજના 400થી વધારે કેસો આવી રહ્યા છે જેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા શહેરના લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે બીમાર હોઈ તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલમા આવી સારવાર લેવી જોઈએ.