સુરતમાં એમડી ડ્રગ્સના કેસમાં ફરાર આરોપી ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં એમડી ડ્રગ્સના કેસમાં ફરાર આરોપી ઝડપાયો
મહેશ જીવરાજ વાઘાણીની પોલીસે કરી ધરપકડ

ક્રાઈમ બ્રાન્ચે ઉધનામાંથી ઝડપી પાડેલા એમડી ડ્રગ્સના કેસમાં નાસતા ફરતા આરોપીને મહારાષ્ટ્રથી એસઓજીએ ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલી સુચનાને લઈ એસઓજીના ડીસીપી રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હે.કો. રામજીભાઈ તથા કીરીટભાઈને મળેલી બાતમીના આધારે મહારાષ્ટ્ર ખાતેથી મુળ ભાવનગરનો અને સુરતમાં છાપરાભાઠા ખાતે રહેતા અને ક્રાઈમ બ્રાન્ચે ઉધનામાંથી ઝડપી પાડેલા મેફોડ્રોન ડ્રગ્સના કેસમાં નાસતા ફરતા આરોપી મહેશ જીવરાજ વાઘાણીને ઝડપી પાડી તેનો કબ્જો ઉધના પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *