સુરતમાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલાની ધરપકડ
પોલીસે મહિલા પાસેથી 90 હજારથી વધુની મત્તા કબ્જે કરી
સુરતની એલસીબી ઝોન છની ટીમ અને ભેસ્તાન પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી હતી.
સુરત પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર ટ, નાયબ પોલીસ કમિશનર ઝોન છ અને મદદનીશ પોલીસ કમિશનર જે ડિવિઝનના નેજા હેઠળ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચાલી રહ્યુ છે ત્યારે એલસીબી ઝોન છની ટીમ અને ભેસ્તાન પોલીસની ટીમ પી.આઈ। કે.પી. ગામેતા તથા પીએસઆઈ જે.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે ભેસ્તાન પોલીસ મથકના અ.હે.કો. સચીન અને એલસીબી ઝોન છના અ.હે.કો. પરષોત્તમને મળેલી બાતમીના આધારે ઉન પાસેથી મુળ એમપીની અને હાલ ઉન ખાતે રહેતા મહિલા ફરજાના ઉર્ફે રાની શેખને ઝડપી પાડી તેની પાસેથી એમડી ડ્રગ્સ, મોબાઈલ મળી 90 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
