સુરતમાં નાસતા ફરતા આરોપી ઝડપાયો
પોલીસે હ્યુમન સોર્સની મદદથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો
નિકુલ રમેશ રાખોલીયાની ધરપકડ
સુરતની કાપોદ્રા પોલીસની ટીમે અકસ્માત મોતના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોકેટ કોપ મોબાઈલ અને હ્યુમન સોર્સની મદદથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.
સુરતના કાપોદ્રા પોલીસ મથકની હદમાં ગત 25મીએ સાંજના સમયે ઉત્રાણ કાપોદ્રા બ્રિજ પર રોડ ક્રોસ કરી રહેલા યુવાનને અજાણ્યા કાર ચાલકે અડફેટે લઈ મોતને ઘાટ ઉતાર્યો હતો જે ગુનામાં કાપોદ્રા પોલીસે ફેટલનો ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી ટેકનીકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ તથા પોકેટ કોપ મોબાઈલની મદદથી ગણતરીના કલાકોમાં જ અકસ્માત સર્જી ભાગી છુટેલા કાર ચાલક મુળ ભાવનગરના ગારીયાધારનો અને હાલ પુણાગામ સિલ્વર ચોક પાસે રહેતા નિકુલ રમેશ રાખોલીયાને ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
