સુરતના ભાગળ પર રાત્રે દિવાળી જેવો માહોલ
એક બાજુ ગરબાની રમઝટ બીજી બાજુ જીતનું જશ્ન
પરી હું મેં’ ગીત પર સુરતનું યુવાધન હિલોળે ચડ્યું,
ભાગળમાં ટીમ ઈન્ડિયાના જીતનું ભવ્ય સેલિબ્રેશન
એશિયા કપની ફાઈનલ મેચ દુબઈમાં પાકિસ્તાન અને ભારત વચ્ચે રમાઈ હતી જેમાં ભારતે પાકિસ્તાનને કારમી હાર આપતા સુરતમાં ક્રિકેટ પ્રેમીઓ જુમી ઉઠ્યા હતાં. અને ભાગળ પર રાત્રે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.
ભારત અને પાકિસ્તાનની મેચ હોય ત્યારે ક્રિકેટ પ્રેમઓમાં ઉત્સાહ જોવા મળતો હોય છે ત્યારે આ વખતે દુબઈમાં રમાયેલ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની ત્રણ વખત સામસામે ટક્કર થઈ હતી. તો ફાઈનલમાં પણ ભારત અને પાકિસ્તાન સામ સામે આવ્યા હતા જેમાં રસાકસી બાદ ભારતે પાકિસ્તાનને કારમી હાર આપતા ભારતીઓમાં ખુશી જોવા મળી હતી. અને ભાગળ વિસ્તારમાં મોડી રાત્રે ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા અને જીતનો જશ્ન મનાવ્યો હતો. સાથેભારત માતા કી જય ના નારા લગાવી તિરંગો લહેરાવ્યો હતો.
