ગુજરાતમાં પંચાયતની ચૂંટણી જાહેરાત મુદ્દે કોંગ્રેસ નેતા મનિષ દોશીનું નિવેદન
36 મહિના સુધી ગ્રામ્ય વિસ્તારોમાં વહીવટદાર શાસન હતુ
સરકારે વહીવટદાર શાસનમાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપ્યું
વહીવટદાર શાસનથી અનેક વિસ્તારમાં ભ્રષ્ટાચારની ફરિયાદ
ઘણા લાંબા સમય બાદ ગુજરાતની 8326 ગ્રામપંચાયતની ચૂંટણીની તારીખ આજે જાહેર કરવામાં આવી છે. ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થઈ હોય અને પેન્ડિંગ રહેલી ગ્રામપંચાયતની ચૂંટણીની તારીખોનું એલાન કરાયું છે. જેને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
ગુજરાતમાં ગ્રામપંચાયતની ચૂંટણીની તારીખ જાહેર થતા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ગ્રામ પંચાયતની જાહેર થયેલ ચુટંણીઓને આવકારી છે. લાંબા સમયથી કોંગ્રેસની માંગ હતી કે ગ્રામ પંચાયતોને વહિવટદારથી મુક્તિ મળે. દેશમાં જેને પંચાયતી રાજનું મોડલ આપનાર ગુજરાતના ગામડા ૩૬ મહિનાથી ચુટંયેલા પ્રતિનિધિથી વંચિત છે. રાજ્યના ૪ હજાર ગામડાના નાગરિકોના અધિકારો પર ભાજપ સરકારે તરાપ મારી છે. વહિવટદાર શાસનને પગલે અનેક વિસ્તારોમાંથી ભ્રષ્ટાચારની ફરિયાદ મળી છે. જાહેર થયેલ ચૂંટણીથી ગ્રામ્ય વિસ્તારના લોકોને ચુંટાયેલા પ્રતિનિધિનું શાસન મળશે. તમામ ગામમાં લોક તાંત્રિક પ્રકિયાથી ચૂંટણી થાય. બેલેટથી થનારા ચુટણી આવકારદાયક, માત્ર ગ્રામ્ય પંચાયત નહીં વિધાનસભાની ચૂંટણી પણ બેલેટથી થાય તેવી માંગ છે.
કોઈ સિમ્બોલ પર ચૂંટણી લડાતી નથી પણ વિચારધારા સાથે જોડાયેલા લોકો ચૂંટણી લડતા હોય છે. બીજેપીની સરકારમાં વિકાસના કામો ગામે ગામ સુધી થયા છે. કેન્દ્ર સરકારની પણ અનેક યોજનાઓ ગામડાઓ માટે ડિઝાઇન થઈ છે. કેન્દ્રની સાથે ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ ગામડાઓ અને ગ્રામજનો માટે ઘણા ખરા કામો અને યોજનાઓ બનાવી રહી છે. ચુંટણી પંચ સ્વાયત સંસ્થા છે એ નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે એમાં બીજેપીનો કોઈ રોલ નથી હોતો. આજે ચુંટણી જાહેર થઈ ગઇ છે એટલે કોંગ્રેસના આક્ષેપોનો પણ છેદ ઉડી ગયો છે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી