કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી
કેસર કેરી સહિત ઉનાળુ પાકને નુકસાન,
વહેલી તકે સર્વે કરી સહાય ચૂકવવા માંગ
મોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. વરસાદના કારણે કેરી, બાજરી, અડદ અને તલ સહિતના બાગાયતી પાકોને નુકસાન થયું છે.
ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન માત્ર 20 થી 25 ટકા જેટલું જ થયું છે. તાજેતરમાં 7 મે ના રોજ ભારે પવન સાથે થયેલા કમોસમી વરસાદે બાકીના પાકને પણ નુકસાન પહોંચાડ્યું છે. કેસર કેરીના પાકની નિષ્ફળતા અંગે અનેક રજૂઆતો છતાં સરકારે કોઈ નક્કર પગલાં લીધા નથી. કેસર કેરીનું વર્ષમાં માત્ર એક જ વાર ઉત્પાદન થાય છે. આ પરિસ્થિતિમાં ખેડૂતો માટે આખું વર્ષ પસાર કરવું મુશ્કેલ બની રહ્યું છે.
ભારતીય કિસાન સંઘે રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખીને વહેલી તકે સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવાની માંગણી કરી છે. વર્તમાન મોંઘવારીમાં ખેડૂતો માટે આર્થિક સંકટ ઊભું થયું છે. સંગઠને સરકાર પાસે યોગ્ય સર્વે કરાવી વળતર ચૂકવવાની ભલામણ કરી છે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી