બગસરા શહેરમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલ યોજાઈ

Featured Video Play Icon
Spread the love

બગસરા શહેરમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલ યોજાઈ
યુદ્ધને પહોંચી વળવા તંત્ર સજ્જ જોવા મળ્યું
મોકડ્રીલ સાથે બ્લેકઆઉટ અંધારપટનું પાલન કરવામાં આવ્યુ

બગસરા શહેરમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલ યોજાઈ હતી, યુદ્ધને પહોંચી વળવા તંત્ર સજ્જ જોવા મળ્યું તેમજ મોકડ્રીલ સાથે બ્લેકઆઉટ અંધારપટનું પાલન કરવામાં આવ્યુ

મરેલી જીલ્લા કલેકટરશ્રી અજય દહીયા સાહેબની સુચના મુજબ બગસરા પ્રાંત અધિકારી કે.વી.નંદાના માર્ગદર્શન હેઠળ ઓપરેશન શિલ્ડ અંતર્ગત એક્સરસાઈઝના આયોજન સાંજના 8 થી 8:30 કલાકના દરમ્યાન મોકડ્રીલના ભાગરૂપે સમગ્ર બગસરા શહેર અને તાલુકામાં બ્લેકઆઉટ અંધારપટનું પાલન કરવામાં આવ્યું, દરેક લોકોએ પોતાના ઘરની લાઇટો તેમજ વાહન સહિત અન્ય ઉપકરણોની લાઈટનો પ્રકાશ બંધ રાખી ઈમરજન્સી સિવાય સ્વૈચ્છિક બંધ રાખવામાં આવેલ બગસરા મામલતદાર ઓફિસ કચેરી ખાતે સાંજે 7:30 કલાકે ઇમરજન્સી સાયરન વગાડી યુધ્ધની પરિસ્થિતિને વર્ણવી ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લય જવાયા આવ્યા જ્યાં ડોક્ટર અને આરોગ્ય સ્ટાફ સજ્જ જોવા મળ્યું,

મોકડ્રીલ દરમિયાન તાલુકા કક્ષાનો કંટ્રોલ રૂમ સાંજના 5 કલાક થી રાતના 9 કલાક સુધી સતત કાર્યરત રહેલ સરકારી અધિકારીઓ સંયમ સેવકો હજાર રહી બ્લેકઆઉટ પૂર્ણ થવાના સમયે પણ ફરી સાયરન વગાડવામાં આવેલ મોકડ્રીલ દરમ્યાન તાલુકાના તમામ અધિકારીશ્રીઓ પદાધિકારીઓ વિવિધ વિભાગનો સ્ટાફ પોલીસ સ્ટાફ સતત પેટ્રોલિંગ હાથ ધરેલ વોલન્ટરી ટીમ નગરપાલિકા ફાયર રેસ્ક્યુ ટીમ, આરોગ્ય ટીમ અને પી.જી.વી.સી.એલ. ટીમ સહિત લોકો ઉપસ્થિત રહ્યા બ્લેકઆઉટ મોકડ્રીલ હોવાનું મામલતદાર પ્રશાંત ભીંડી સાહેબ દ્વારા જાહેર કરવામાં આવ્યું….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *