સુરત : ખોટા દસ્તાવેજો બનાવી લોન લઈ રૂપિયા ન ભરી ઠગાઈ આચરનાર ઝડપાયો
આરોપી બેંકમાંથી 20 લાખથી વધુની લોન લઈ રૂપિયા ન ભરી ઠગાઈ આચરી
અડાજણ પોલીસે ભગવાન ખીમા પરમારને ઝડપી પાડ્યો
અડાજણ પોલીસે ખોટા દસ્તાવેજો બનાવી લોન લઈ રૂપિયા ન ભરી ઠગાઈ આચરનાર ઠગને ઝડપી પાડ્યો હતો.
સુરતની અડાજણ પોલીસે એવા ઠગને ઝડપ્યો છે જેણે હયાત ન હોય તેવી મિલકતના દસ્તાવેજ બનાવી બેંકમાંથી લોન લઈ લીધી હતી. અડાજણ પોલીસે ઠગ એવા મુળ ભાવનગરનો અને હાલ સિંગણપોર ચાર રસ્તા પાસે રહેતા ભગવાન ખીમા પરમારને ઝડપી પાડ્યો છે જેણે મિલ્કત વાસ્તવમાં હયાત ન હોય તેના ખોટા દસ્તાવેજ બનાવી તેના બોગસ શેર સર્ટીફીકેટ બનાવી અશાંતધારાનો હુકમ મેળવી લઈ બેંકમાંથી 20 લાખ 66 હજારથી વધુની લોન લઈ રૂપિયા ન ભરી ઠગાઈ આચરી હતી. હાલ તો અડાજણ પોલીસે ઠગની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
