સુરતની ઈચ્છાપોર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ
ચોરાયેલો કે ગુમ થયેલો મુદ્દામાલ મુળ માલિકોને પરત કર્યો
વિવિધ ગુન્હામાં 9.79 લાખનો મુદ્દામાલ
સુરતની ઈચ્છાપોર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજી ચોરાયેલો કે ગુમ થયેલો મુદ્દામાલ મુળ માલિકોને પરત કર્યો હતો.
સુરત પોલીસનું તેરા તુજકો અર્પણ કાર્યક્રમ ઈચ્છાપોર પોલીસ સ્ટેશને યોજાયો હતો. જેમાં વિવિધ ગુન્હામાં 9.79 લાખનો મુદ્દામાલ કરાયુ હોય જે મુદ્દામાલ કોર્ટના આદેશ બાદ ઈચ્છાપોર પોલીસ દ્વારા મૂળ માલિકોને પરત કરાયો હતો. લાખોની રોકડ, વાહનો, સોનાના ઘરેણા ઉપરાંત મોબાઈલ સહિતનો મુદ્દામાલ મૂળ માલિકોને મળતા તેઓના ચેહરા પર સ્મિત આવી ગયુ હતું. અને તેઓએ પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.
