સુરતની સચિન પોલીસે નાસતા ફરતા આરોપીને ઝડપ્યો
દારૂના ગુનામાં સાત મહિનાથી નાસતા ફરત આરોપી
રિતેશ દિનેશ પરમાર નામના આરોપીને ઝડપ્યો
સુરતની સચિન પોલીસે દારૂના ગુનામાં સાત મહિનાથી નાસતા ફરતા આરોપીને બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા દારૂ તથા જુગારની પ્રવૃત્તિઓ અંકુશમાં લેવા આપેલા આદેશને લઈ સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર ગોહિલના માર્ગદર્શન હેઠળ પીઆઈ પીએન વાઘેલાની ટીમ પીએસઆઈ એનડી ડામોરના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ઈન્દ્રજીતસિંહ વનાર અને અપોકો દશરથભાઈને મળેલી બાતમીના આદારે સચીન પોલીસ મથકમાં દારૂના ગુનામાં સાત મહિનાથી નાસતા ફરતા રિતેશ દિનેશ પરમાર નામના આરોપીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
