સુરત ક્રાઇમ બ્રાન્ચે ફરાર આરોપીને ઝડપી પાડયા
આરોપીને કોસંબા ખાતેથી ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો
પોલીસે વસીમ ઉર્ફે ગુંગો ફરીદ શેખની ધરપકડ કરી
ઘણા વર્ષોથી લોકો પાસેથી ટુ વ્હીલર અને ફોર વ્હીલર ગાડીઓ ચલાવવા અથવા ગીરોથી લઈ જઈ બારોબાર વેંચી દેતા અને અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને કોસંબા ખાતેથી ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચની એન્ટી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સ્કોડની ટીમે બાતમીના આધારે વર્ષોથી લોકો પાસેથી ટુ વ્હીલર કે ફોર વ્હીલ ગાડીઓ ચલાવવા અથવા તો ગીરોથી લઈ તે બારોબાર વેંચી દેનાર આરોપી એવા સુરતના ઓલપાડ રોડ પર રહેતા વસીમ ઉર્ફે ગુંગો ફરીદ શેખને કોસંબા ખાતેથી ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી પુછપરછ કરતા રીઢાએ કબુલાત કરી હતી કે તે ચોકબજાર, ખટોદરા અને કામરેજમાં નોંધાયેલા ગુનાઓમાં વોન્ટેડ હતો. તો આરોપી અગાઉ અનેક વખત પોલીસ હાથે ઝડપાયો હોવાની પણ કબુલાત કરી હતી.
