સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના પ્રચાર માટે મહિલા પ્રદેશ પ્રમુખ સુરતમાં

Featured Video Play Icon
Spread the love

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના પ્રચાર માટે મહિલા પ્રદેશ પ્રમુખ સુરતમાં
મહિલા આરક્ષણ બિલ મુદ્દે પત્રકાર પરિષદ યોજી
મહિલાઓની રાજનીતિમાં 33 ટકા ભાગીદારીમાં કોંગ્રેસે અવરોધ ઉભો કર્યો

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના પ્રચાર વચ્ચે ગુજરાત ભાજપ મહિલા અધ્યક્ષ અંજુબેન વેકરિયા અને સુરત ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ દ્વારા મહિલા આરક્ષણ બિલ મુદ્દે પત્રકાર પરિષદ યોજી વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતાં.

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી વચ્ચે સંસદમાં હાલમાં જ મહિલા અનામત બિલ પાસ ન થયો હોય જે મુદ્દે ભાજપ મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ અંજુબેન વેકરીયાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતાં. ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ અંજુબેન વેકરીયાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. અને કહ્યુ હતુ કે સંસદમાં નારી શક્તિ વંદન અધિનિયમના વિરોધને વખોડી કાઢ્યો હતો. વેકરીયાએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ ષડયંત્ર રચીને બિલને રોકવાનો પ્રયાસ કર્યો છે. મહિલાઓની રાજનીતિમાં 33 ટકા ભાગીદારીમાં કોંગ્રેસે અવરોધ ઉભો કર્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

તેમણે કોંગ્રેસ પર પરિવારવાદનો આરોપ લગાવતા કહ્યું કે તેઓ માત્ર પોતાના પરિવારની મહિલાઓને જ આગળ જોવા માંગે છે. પીએમ મોદીના 1 લાખ યુવાનોને રાજનીતિમાં લાવવાના વિઝનમાં મહિલાઓનું મહત્વનું યોગદાન હોવાનું ભારપૂર્વક કહ્યું હતું. અંજુબેને ઉમેર્યું કે વિપક્ષના વિરોધ છતાં મહિલાઓ સક્ષમ નેતૃત્વ પૂરું પાડવા માટે મક્કમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *